ટેસ્ટ : કવોન્ટિટિવ એપ્ટિટ્યૂડ ટેસ્ટ - 22
1.
15 × 14 − 30 + (3² + 17) ની કિંમત શું થશે?
2.
40 - [20 - {14 - (16 -6 × 4- 2)}] ની કિંમત શોધો.
3.
એક નાની કંપનીમાં સ્ત્રી અને પુરુષ કર્મચારીઓની સંખ્યાનો ગુણોત્તર 2 : 3 છે. જો કંપનીમાં પુરૂષ કર્મચારીઓની સંખ્યા 90 છે તો કંપનીમાં કુલ કર્મચારીઓની સંખ્યા કેટલી હશે?
4.
એક શાળામાં 60% વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી. તેમા જો નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 240 છે તો પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ________ હશે.
5.
વિદ્યાર્થીઓના વર્ગમાં રાજેશ ઉપરથી 15મા અને પ્રકાશ નીચેથી 25મા ક્રમે છે. જ્ઞાન, પ્રકાશ કરતાં 10 સ્થાન આગળ છે. જો રાજેશ અને જ્ઞાન વચ્ચે બરાબર 10 વિદ્યાર્થીઓ હોય, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે?
6.
બે નંબરનો ગુ.સા.અ. 6 છે અને તેમનું લ.સા.અ. 84 છે. જો બેમાંથી એક સંખ્યા 42 હોય તો બીજી સંખ્યા ________ હશે.
7.
બેંક 5 વર્ષ માટે 5% ના વાર્ષિક વ્યાજે એક વેપારીને રૂ.12,50,000 ની લોન આપે છે. અહીં ચૂકવવાપાત્ર કુલ સાદું વ્યાજ કેટલું હશે?
8.
નીચે આપેલ પ્રશ્નની કિંમત શોધો.
15 - 6.3 ÷ 7 + 3 × 1.3 - 2
9.
વિનોદ 30 કિમી/કલાકની ઝડપે કાર ચલાવતા 5 મિનિટ મોડો ઓફિસ પહોંચે છે. જો તેની ઝડપ 40 કિમી/કલાક હોત, તો તે 3 મિનિટ વહેલો ઓફિસ પહોંચેત. તો તેના ઘર અને ઓફિસ વચ્ચેનું અંતર શોધો.
10.
જો x + x‾¹ =7, તો x³ + x‾³ ની કિંમત શોધો.
11.
નીચે આપેલ પ્રશ્નની કિંમત શોધો.
12.
એક સંખ્યા પહેલા 20% ઘટે છે અને પછી 15% વધે છે. આમ પ્રાપ્ત થયેલ સંખ્યા મૂળ સંખ્યા કરતા 64 ઓછી છે. તો મૂળ સંખ્યા શોધો.
13.
400 અને 500 ની વચ્ચેની તે સંખ્યાઓનો સરવાળો શોધો જેને 8, 12 અને 16 વડે ભાગવામાં આવે તો દરેક કિસ્સામાં 5 શેષ રહે છે.
14.
P, Q અને R નું સરેરાશ વજન 58 kg છે જો P અને Q નું સરેરાશ વજન 54 kg હોય અને Q અને R નું સરેરાશ વજન 48 kg હોય, તો Q નું વજન શોધો.
15.
જો 'A' 'બાદબાકી' દર્શાવે છે. 'B' 'ગુણાકાર' દર્શાવે છે. 'C' 'ભાગાકાર' દર્શાવે છે અને 'D' 'સરવાળો' દર્શાવે છે, તો પછી (3 B 4 D 5 A 6) C 1 ની કિંમત કેટલી હશે?
16.
રાહુલ રૂ.1,20,000માં કાર વેચીને 20% નફો મેળવે છે. જો તે કારને 30% નફા પર વેચે તો તેની વેચાણ કિંમત કેટલી હશે?
17.
નીચે આપેલ પ્રશ્નની કિંમત શોધો.
17 - 4 × (5.4 ÷ 9) + 6 × 1.9
18.
જો a + b + c = 14, ab + bc + ca = 47 અને abc = 15 હોય, તો a³ + b³ + c³ ની કિંમત શોધો.
19.
કરીનાએ ખરીદેલા દરેક 18 ઈંડામાંથી ત્રણ બગડેલા નીકળે છે. આ દરે, જો તેણી 590 ઇંડા ખરીદે છે, તો કેટલા ઇંડા સારા હશે?
20.
જો 10 પુસ્તકોની કિંમત 560 રૂપિયા છે, તો આવા 56 પુસ્તકોની કિંમત કેટલી હશે?
21.
જો x ના 35% બરાબર 140 થાય છે, તો x ની કિંમત શોધો.
22.
વિદ્યાર્થીઓની પંક્તિમાં, એક વિદ્યાર્થી પંક્તિના બંને છેડેથી દસમા ક્રમે છે. તો પંક્તિમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે?
23.
જો x = 2 અને y = 5 હોય, તો 5xy – y² ની કિંમત શું થશે?
24.
27 કિલો અને 108 ગ્રામનો ગુણોત્તર શું થશે?
25.
જો x² - 4x + 1 = 0, તો x² + 1÷x² ની કિંમત કેટલી થશે ?
26.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
27.
સંખ્યા 3.03 અને 2.05 નો સરવાળો અને બાદબાકી ને જે સંખ્યા મળે તે સંખ્યા કઈ હશે?
28.
સંખ્યા 21600 ના કેટલા અવયવો સંપૂર્ણ વર્ગ છે?
29.
7 + 5 - 2 × (7 + 89) - 94 ÷ 2 + (33 ÷ 3 + 9 × 2 - 7) ÷ 11 ની કિંમત શોધો.
30.
4800 રૂપિયામાં મશીન વેચીને દુકાનદાર 20% નું નુકસાન કરે છે, 20% નફો મેળવવા માટે દુકાનદારે તે જ મશીન કયા ભાવે વેચવું જોઈએ?