ટેસ્ટ : સામાન્ય ગણિત ટેસ્ટ – 11
1.
રોમન અંક લીપી મુજબ X=10 અને L=50, C=100,CM=900 અને M=1000 હોય તો MCMLXXV બરાબર કેટલા હશે?
2.
એક ડિપોઝિટ પર 10% વાર્ષિક દરથી 3 વર્ષના અંતે મળતાં ચક્રવૃદ્વિ વ્યાજ અને સાધરણ વ્યાજ વચ્ચેનો તફાવત રૂ. 620 હોય તો તે મૂળ ડિપોઝિટની રકમ કેટલી હશે?
3.
એક પેટીમાં 5 લાલ, 6 સફેદ અને 2 કાળા રંગના દડા છે. જો તેમાંથી બે દડા યાર્દચ્છિક રીતે પસંદ કરવાના હોય તો પસંદ કરેલ દડામાંથી એક દડા લાલ તથા બીજો દડો સફેદ હોય તેની સંભાવના કેટલી?
4.
બે વ્યકિત સાથે ચાલવાનું શરુ કરે છે. એક 3 કિલોમીટર પ્રતિ-કલાક અને બીજી 3.75 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચાલે છે. બીજી વ્યકિત પહેલાં કરતાં અડધો કલાક પહેલા નિર્ધારિત સ્થળે પહોંચે છે. તો આ સ્થળ સુધીનું અંતર કેટલું હશે?
5.
એક સમતલ ચતુષ્કોણ કે જેની બે સમાંતર બાજુઓની લંબાઈ 10સેમી. અને 6 સેમી છે તથા તેમની વચ્ચેનું અંતર 5 સેમી. છે તો આ સમલંબ ચતુષ્કોણને પાયો માનીને બનાવવામાં આવેલા 8 સેમી. ઊંચાઈના પ્રિઝમનું ઘનફળ કેટલું થાય?
6.
એક ટાંકીની નીચે છિદ્ર હોવાથી 5ના બદલે 6 કલાકમાં ભરાઈ જાય છે. જો ટાંકી પૂરેપૂરી ભરાયેલી હોય તો તે કેટલા સમયમાં ખાલી થઈ જશે?
7.
Google શબ્દ ગાણિતિક પરિભાષામાં _________ માટે પ્રયોજવામાં આવે છે.
8.
એક પરિક્ષા સફ્ળ થયેલાંં મેહુલને 11 મો નંબર મળ્યો, જે નીચેથી 47માં નંબર પર છે. ત્રણ વિધ્યાર્થીઓ પરિક્ષામાં ગેરહાજર રહ્યાં, એક વિધ્યાર્થી અસફળ થયો હોય, તો કુલ વિધાર્થીઓની સંખ્યા કેટલી હશે?
9.
જો કોઈ એક રકમ પર 10% વાર્ષિક વ્યાજના દરે બે વર્ષમાં થતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચે ₹80 નો તફાવત પડતો હોય તો તે રકમ કઈ હશે?
10.
બે ગોળાના ઘનફળનો ગુણોત્તર 125:27 છે. જો તેમની ત્રિજ્યાનો સરવાળો 8 સેમી હોય તો તેના પુષ્ઠફળનો તફાવત શોધો?
11.
એક અવર્ગીકૃત માહિતીના પ્રથમ 10 અવલોકનોનો મધ્યક 19.0 છે અને બીજા 30 અવલોકનો નો મધ્યક 23.0 છે તો બધા 40 અવલોકનો મધ્યક કેટલો હશે?
12.
એક નળાકાર ટાંકીમાં પાયાની ત્રિજ્યા 3.5 મીટર અને ઊંચાઈ 4 મીટર છે. આ ટાંકીની વક્રસપાટીને રંગવાનો ખર્ચ દર ચોરસ મીટર એ રૂપિયા 40 લેખે કેટલો થાય?
13.
એક ટ્રેન 90 કિ.મી/કલાકની ઝડપથી એક થાંભલાને 10 સેકન્ડમાં પાર કરે છે તો ટ્રેનની લંબાઈ મીટરમાં શોધો?
14.
1 ઘનમીટર બરાબર કેટલા લીટર?
15.
ચાર આંકડાવાળી મોટામાં મોટી સંખ્યા કઈ છે કે જેને 3,5,7 અને 9થી ભાગતાં 1,3,5 અને 7 મળે?
16.
અવલોકનો 75, 68, 64, 75, 69, 68, 75, 63નો બહુલક કેટલો થાય?
17.
જો 6 માર્ચ 2005ના દિવસે સોમવાર હોય તો 6 માર્ચ 2004ના દિવસે કયો વાર હશે?
18.
હરીશ પાસે કેટલીક મરઘીઓ અને ગાયો છે ખેતરમાં પશુધન કુલ અંગે 59 છે,પગની કુલ સંખ્યા 190 છે, તેની પાસે કેટલી ગાયો હશે?
19.
ઘડિયાળમાં 6:00 વાગ્યા છે જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હોય?
20.
એક ટ્રેન બે વ્યક્તિને અનુક્રમે 10 સેકન્ડ અને 11 સેકન્ડમાં ઓળંગે જેમની ઝડપ અનુક્રમે ત્રણ કિમી પ્રતિ કલાક અને પાંચ કિમી પ્રતિ કલાક છે જો તેઓ એક જ દિશામાં જતા હોય તો ટ્રેનની ઝડપ શોધો?
21.
એક રકમ 3 વર્ષમાં 815 અને 4 વર્ષમાં સાદા વ્યાજે 854 થાય છે તો મુદ્દલ શોધો?
22.
એક વર્તુળનો વ્યાસ 14 સેમી છે તો તેના પરિઘનું માપ કેટલું થાય?
23.
9+19+29+.......+99નો સરવાળો કેટલો થાય?
24.
બંધ નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર?
25.
15,28,21 અને 28થી ભાગી શકાય એવી ચાર અંકની સૌથી મોટી સંખ્યા કઈ હશે?