ટેસ્ટ : સામાન્ય ગણિત ટેસ્ટ – 10

1. 
સાદું રૂપ આપો : 244 - [13 + 25 { 15 / 3 - ( 13 - 24 - 12}]
2. 
8 માંથી કઈ સંખ્યા બાદ ક૨તાં 15 મળે?
3. 
ધાતુના એક ગોળાની ત્રિજ્યા 10 સે.મી. છે. તેને પીગાળીને તેમાંથી 1 સે.મી વ્યાસવાળી ________ ગોળીઓ બનાવી શકાય.
4. 
80 નાં 5% નાં 5%?
5. 
5 સંખ્યાઓની સરેરાશ 9 છે. 5 માંથી 3 સંખ્યાઓની સરેરાશ 7 છે તો અન્ય બે સંખ્યાઓની સરેરાશ કેટલી?
6. 
7 વિષયના માકર્સની સરેરાશ 85 છે. તેમાંથી વિજ્ઞાનના માકર્સ કાઢી નાંખવામાં આવે તો સરેરાશ 88 છે. તો વિજ્ઞાનના માકર્સ કેટલા હશે?
7. 
પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી _________ થાય.
8. 
x:3 = 26:6 તો x ની કિંમત શોધો.
9. 
જો અંગ્રેજી મુળાક્ષરોને ઉલટા ક્રમમાં લખવામા આવે ત્યારે 16 માં ક્રમનાં અક્ષરથી જમણી બાજુનો ચોથો અક્ષર કયો હશે?
10. 
રુ.1000/- નું 10% ના દરે 2 વર્ષનુ ચક્રવૃધ્ધિ વ્યાજ કેટલુ થાય?
11. 
પાંચ અંકની સૌથી મોટી અને ત્રણ અંકની સૌથી નાની સંખ્યાનો તફાવત શું થાય?
12. 
51+52+53+...........+100=?
13. 
√(0.09)=?
14. 
પાંચ બેલ અનુક્રમે 2,3,4,6 અને 8 મીનીટે વાગે છે. આ બેલ સવારે ૭ વાગ્યે એક સાથે વાગ્યા હોય તો ફરી એક સાથે કેટલા વાગ્યે વાગશે?
15. 
જો b ના a% 15a હોય, તો bની કિંમત કેટલી થાય?
16. 
કોઈ એક ગામની વસતી 10,000 હતી.તેમાં પ્રથમ વર્ષે 10% વઘે છે, બીજા વર્ષે 20% ઘટે છે અને ત્રીજા વર્ષે 30% વધે છે તો ત્રણ વર્ષના અંતે કુલ કેટલી વસતી હશે?
17. 
રૂ.10 માં 11 લીંબુ ખરીદીને રૂ.11માં 10 લીંબુ વેચતા કેટલા ટકા નફો કે ખોટ જાય?
18. 
25ના પ્રથમ 25 ગુણાંકની સરેરાશ કેટલી થાય?
19. 
40 માણસો એક કામ 30 દિવસમાં પુરૂ કરી શકે છે તો અડધું કામ 25 માણસો કેટલા દિવસમાં પુરૂ કરી શકે?
20. 
4A=5B તથા 3B=8C હોય તો A:B:C=?
21. 
1200 મીટર લાંબા પુલની બંને બાજુ બે વ્યક્તિ ઊભી છે .જો તે એકબીજાની તરફ ક્રમશ: 5 મી./મિનિટ અને 10 મી/મિનિટની ઝડપથી ચાલે છે, તો તે કેટલા સમયમાં એકબીજાને મળશે?
22. 
સુમન એક કામને 3 દિવસમાં પુરૂ કરી શકે છે અને સુમિત તે કામને 2 દિવસમાં પુરૂ કરી શકે છે. અને તેઓને કુલ રૂ|.૧૫૦ મળે છે. આમાં સુમનનો ભાગ શું?
23. 
બે સંખ્યાઓનો સરવાળો 40 છે અને તેમની વચ્ચેનો તફાવત 4 છે. તો બંને સંખ્યાઓનો ગુણોતર શું થાય?
24. 
કોઈ એક વર્ગમાં 30 કિ.ગ્રા વજનવાળા વિદ્યાર્થીની જગ્યાએ એક નવો વિદ્યાર્થી આવે છે ત્યારે 20 વિદ્યાર્થીઓના સરેરાશ વજનમાં 0.75 કિ.ગ્રાનો વધારો થાય છે. તો નવા આવેલ વિદ્યાર્થીનો વજન કેટલો હોય?
25. 
એક વેપારીને કોઈ એક વસ્તુ રૂ. 240 માં વેચતા 10% ખોટ જાય છે તો તે જ વસ્તુને કેટલામાં વેચવાથી 20% નફો મળશે?